Blog Archives

Sachin in Trouble For Dream house


Dream house Finedસચિનને નવા ઘરમાં પ્રવેશ માટે ઓસી ન લેવા બદલ રૂપિયા ૫.૫૦ લાખનો દંડ
સચિને સંબંધિત દસ્તાવેજ નહીં આપ્યા હોવાથી પ્રક્રિયામાં વધુ ૧૦ દિવસ લાગશે

માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરે બાંદરાના બંગલોમાં પ્રવેશ કરવા પૂર્વે ઓક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) ન લેતાં તેને R ૫.૫૦ લાખનો દંડ ફટકારવામાં આવશે.

સચિનનું બંગલોમાં જવાનું સપનું પૂર્ણ થયું છે, પરંતુ તેની સાથે આફત પણ માથે આવી પડી છે. સચિને બાંદરાના પેરી ક્રોસ રોડ પર બંગલો બંધાવ્યો છે, જેમાં તેણે બુધવારે ગૃહપ્રવેશ કર્યો હતો. જોકે તેણે ઓસી લીધું જ નથી. આને કારણે આ મુસીબત આવી પડી છે.

મહાપાલિકાના ડેવલપમેન્ટ પ્લાનિંગ વિભાગના ચીફ એન્જિનિયર રાજેશ કુકનૂરે જણાવ્યું હતું કે અમે સચિનને ઓસી આપ્યું નથી. તેની પ્રક્રિયા હજી ચાલી રહી છે. તેને કમસે કમ દસ દિવસ લાગે છે. સચિને અમને હજુ પણ સંબંધિત બધા દસ્તાવેજો અને ઓડિટ દરો આપવાના બાકી છે. આથી તેને ઓસી જારી કરી શકાય નહીં.

ઓસી લીધા વિના કોઈ પણ ઘરમાં કે મકાનમાં પ્રવેશ નહીં કરી શકે એવો મહાનગરપાલિકાનો કાયદો છે. જો ઓસી લીધા વિના કોઈ પણ ઘર કે મકાનમાં રહેવા માટે પ્રવેશ કરે તો તેને ઓક્યુપન્સી ચાર્જીસના રૂપમાં દંડ કરાય છે. આ કિસ્સામાં સચિનને R ૫.૫૦ લાખનો દંડ ભરવો પડશે. સચિને મહાપાલિકાના અધિકારીઓ ગુરુવારે સંબંધિત દસ્તાવેજો સુપરત કરી દીધા હતા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે મકાન કે બંગલો કે ઘર માનવીને રહેવા માટે ફિટ છે એવું મહાપાલિકા પ્રમાણિત કરે છે. આથી તે પૂર્વે ગૃહપ્રવેશ કરવો બિલકુલ યોગ્ય નથી.એમ અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું.મેયર શ્રદ્ધા જાધવે જણાવ્યું હતું કે નિયમોની બાબતમાં કોઈ અપવાદ ન હોઈ શકે. કાયદા સામે સૌ સમાન છે.

Advertisements

Dream House


માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને તેના પરિવારે આજે તેમના ‘ડ્રિમહાઉસ’માં ગૃહપ્રવેશ કરી લીધો છે.

સચિન મુંબઇના બાન્દ્રા ઉપનગરની લા મેર હાઉસિંગ સોસાયટી ખાતેના તેના જૂના ઘેરથી બાન્દ્રાના જ વેસ્ટ પેરી ક્રોસ રોડ પરના ૬,૦૦૦ ચોરસ ફૂટમાં પથરાયેલા નવા આલીશાન ઘરે પહોંચ્યો ત્યારે તેની એક ઝલક મેળવવા તેના પ્રશંસકો મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા. જોતજોતામાં ભીડ બેકાબૂ બની ગઇ અને નાસભાગ મચી ગઇ હતી.

સચિને ગૃહપ્રવેશ અગાઉ પત્રકારોને જણાવ્યું હતું કે, “પોતાનું ઘર વસાવવાનું દરેકનું સ્વપ્ન હોય છે. મારું પણ આ સ્વપ્ન હતું. મને એ વાતની ખુશી છે કે મારું આ સ્વપ્ન સાકાર થઇ ગયું છે. અગાઉ અમે જે ફ્લેટમાં રહેતા હતા તે અમને સ્પોર્ટ્સ ક્વોટામાં મળ્યો હતો. તે ફ્લેટ અમે ખાલી કરી દીધો છે, જેથી અન્ય કોઇ સ્પોર્ટ્સમેન ત્યાં રહી શકે. હું ઇંગ્લેન્ડના પ્રવાસે રવાના થયો તે અગાઉ ૧૧ જૂને અમે અમારા નવા ઘરમાં ગ્રહશાંતિ અને વાસ્તુપૂજા કરાવ્યા હતા. તે પછી હું મુંબઇમાં લાંબા સમય સુધી નહોતો પરંતુ હવે હું મુંબઇમાં હોવાથી મારા પરિવારજનો સાથે અમારા નવા ઘરમાં શિફ્ટ થયો છું. વાસ્તુપૂજા બાદ હું આ ઘરમાં ક્યારેક ક્યારેક રહી ચૂક્યો છું પરંતુ મારા સંતાનોએ પણ હજુ સુધી અમારું નવું ઘર જોયું નહોતું.”

સચિનનું નવું ઘર જે પ્લોટ પર બન્યું છે ત્યાં અગાઉ એક ઘણો જૂનો બંગલો હતો, જે સચિને ૨૦૦૭માં ૩૯ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેનું નવું મહાલય હાઇ-વોલ ફેન્સિંગ, સીસીટીવી કેમેરા અને સેન્સર્સથી સજ્જ છે. સચિનની પસંદ-નાપસંદ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા આ મકાનમાં ગ્રાઉન્ડ લેવલથી ઉપર ૩ માળ ઉપરાંત બે અન્ડરગ્રાઉન્ડ બેઝમેન્ટ પણ છે. સચિનની નજીકના સૂત્રોના કહેવા મુજબ, શિફ્ટિંગની ૯૦ ટકા પ્રોસેસ પૂરી થઇ ચૂકી છે.

જ્યોતિષીઓના મતે સચિનને નવું ઘર ખૂબ જ ફળશે. અહીં ગૃહપ્રવેશ બાદ સચિન વધુ ને વધુ સફળતા મેળવતો રહેશે. નોંધનીય છે કે શાહરુખ ખાન, સલમાન ખાન, સંજય દત્ત અને આમિર ખાન જેવા બોલિવૂડ સ્ટાર્સ પણ બાન્દ્રામાં જ રહે છે.

  • પોતાનું ઘર વસાવવાનું માસ્ટર બ્લાસ્ટરનું સ્વપ્ન સાકાર થયું
  • સ્પોર્ટ્સ ક્વોટામાં મળેલો ફ્લેટ અન્ય સ્પોર્ટ્સમેન રહી શકે તે માટે ખાલી કરી દીધો
%d bloggers like this: