Blog Archives

Paris Hilton Angry after lost her suitcases…


ભારતની યાત્રા પરથી પરત આવ્યા બાદ હિલ્ટન પોતાનો સામાન ખોવાઇ જવાથી એરલાઇન્સ કર્મચારીઓ પર નારાજ છે. સોશલાઇટ પેરિસ હિલ્ટન લોસ એન્જલસ પહોંચી ગઇ છે. યુરોપ અને ભારતની યાત્રા બાદ પાછા ફરતી વખતે હિલ્ટન પોતાનો સામાન ખોવાઇ જવાને કારણે એરલાઇન્સ કર્મચારીઓથી અત્યંત નારાજ છે. હિલ્ટન જે એરલાઇન્સના વિમાનથી પાછી ફરી તેમાં તેનો સામાન ગાયબ થઇ ગયો છે. તે ચાર ઓક્ટોબરના રોજ પાછી ફરી છે. હિલ્ટને તરત જ ટ્વિટર પર લખ્યું છે કે મારી યાત્રા અવિશ્વસનીય રહી, હું હાલમાં જ લોસ એન્જલસ પહોંચી છું. સાથે રહેલી યુવતીઓની સાથે સમય સારો ગયો. ભારત, તુર્કી અને આઇબીઝાની યાત્રા કરવી એ સુખદ અનુભવ રહ્યો. આ અત્યંત યાદગાર અનુભવ હતો પરંતુ જ્યારે એરલાઇન્સે મારો સામાન ગુમાવી દીધો છે ત્યારે મને અત્યંત ગુસ્સો આવી રહ્યો છે. મારી પાસે આઠ સૂટકેસ હતી અને જેમાં મારી મનપસંદ ડ્રેસીસ હતી. આશા કરૂ છું કે તેઓ તેને જલ્દીથી શોધી લે.

Advertisements

Paris hilton’s Twit


Paris Hiltonભારતના ત્રણ દિવસના પ્રવાસ પર મુંબઈ આવેલી હોલિવૂડ સુંદરી પેરિસ હિલ્ટન ટૂંક સમયમાં જ ફરીથી અહીં આવવા ઇચ્છે છે.

પોતાની ચર્ચિત હેન્ડબેગ બ્રાન્ડના પ્રચાર માટે મુંબઈ આવેલી હોલિવૂડ હસીના પેરિસ હિલ્ટનનું કહેવું છે કે ભારત આવીને આ દેશ વિષે તેનું મંતવ્ય બદલાઇ ગયું છે અને તેને બહુ નજીકથી જાણવા માટે તે બહુ જલ્દી અહીં પરત આવવા ઇચ્છે છે.

ભારતમાંથી પરત ફર્યા બાદ પેરિસ હિલ્ટને માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર લખ્યું, “ભારતની યાત્રા એક શાનદાર અનુભવ રહ્યો અને ભારત પ્રત્યેનું મારું મંતવ્ય બદલાઇ ગયું. હું બહું જલ્દી પરત આવવા બાબતે આશાન્વિત છું. તમને સૌને ઘણો બધો પ્રેમ.”

આ સિવાય આ ઇન્ટરનેશનલ સેલિબ્રિટીએ લખ્યું, “ભારત એક સુંદર દેશ છે પણ તેના કેટલાંક હિસ્સા બહુ ગરીબ છે. અહીં બાળકો રસ્તા પર સૂવે છે તે જોઇને મારું દિલ તૂટી ગયું.”

તેણે કહ્યું, “ભારતમાં મેં જે કંઇ જોયું તેને જોઇને હું અહીં કંઇ સારું કરવા ઇચ્છુ છું. એ બહુ જરૂરી છે કે ઓછા ભાગ્યશાળી લોકોને તેમના હકનું કંઇ પરત આપવામાં આવે.”

ભારતીય વ્યંજનોનો સ્વાદ ચાખનારી પેરિસે કહ્યું ભારતીય ભોજન બહુ સ્વાદિષ્ટ છે.

પેરિસ શનિવારે ભારત પહોંચી હતી. તેણે ભારતમાં પોતાનું નવું બેગ સ્ટોર ખોલ્યું છે. જેના ભાગરૂપે તે ભારત આવી હતી.

%d bloggers like this: