Blog Archives

Manchester United – A big soccer club brand


Man Utd ૧૯ વખત ઇંગ્લિશ સોકર ચેમ્પિયન બની ચૂકેલી માન્ચેસ્ટર યુનાઇટેડની ટીમ હવે આ વર્ષમાં આઈપીઓ લાવવાની વિચારણા કરી રહી છે. આ ઓફરને લઈને કારોબાર સાથે સંકળાયેલાં લોકોમાં ભારે ઉત્સુકતા દેખાઈ રહી છે.

બ્રાન્ડવેલ્યૂની દૃષ્ટિએ માન્ચેસ્ટર યુનાઇટેડે હવે સૌથી મોટા સોકર ક્લબ બ્રાન્ડ તરીકે પ્રતિષ્ઠા મેળવવામાં સફળતા મેળવી છે. તાજેતરમાં જ કરવામાં આવેલા સર્વેમાં યુરોપની ૩૦ ટોચની ટીમોની બ્રાન્ડવેલ્યૂની દૃષ્ટિએ ગણતરી કરવામાં આવી હતી. બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા જારી કરવામાં આવેલા ર્વાિષક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે માન્ચેસ્ટર યુનાઇટેડ સહિત મોટી ક્લબની આવકમાં અનેકગણો વધારો થયો છે.

માન્ટેસ્ટર યુનાઇટેડની બ્રાન્ડવેલ્યૂ ગયા વર્ષની સરખામણીમાં ૧૧ ટકા વધી ગઈ છે અને આ આંકડો હવે વધીને ૪૧૨ મિલિયન પાઉન્ડ સુધી પહોંચી ગયો છે, આવી જ રીતે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને કાકા જેવા મહાકાય ફૂટબોલ ખેલાડીઓને રોકનાર રિયલ મેડ્રિડની આવક ૪૦૧ મિલિયન પાઉન્ડ જેટલી નોંધાઈ છે. બ્રાન્ડવેલ્યૂની દૃષ્ટિએ માન્ચેસ્ટ યુનાઇટેડ પ્રથમ અને રિયલ મેડ્રિડ બીજા સ્થાને છે. અન્ય ફૂટબોલ ક્લબ પણ ટોપ ટેનમાં સ્થાન ધરાવે છે. ત્રણ નંબર ઉપર બેઅર્ન મ્યુનિચ છે, તેની બ્રાન્ડવેલ્યૂ ૩૦૮ મિલિયન પાઉન્ડની આસપાસની છે. યુરોપિયન ચેમ્પિયન બની ચૂકેલી અન્ય ક્લબોની આવક પણ વધી છે. બાર્સેલોના આ મહિનાની શરૃઆતમાં જુદી જુદી ટીમો દ્વારા સ્પોન્સરશિપ સમજૂતીની જાહેરાત કરવામાં આવી હતી. યુનાઇટેડમાં કોર્મિશયલ ટીમ ખૂબ જ કુશળ છે. આગામી આઈપીઓમાં યુનાઇટેડની સંયુક્ત બ્રાન્ડ વધે તેવી શક્યતા છે. આઈપીઓ જારી કરીને યુનાઇટેડ ૧ અબજ ડોલર ઊભા કરવાની યોજના ધરાવે છે. આઈપીઓમાં ક્લબની ૩૦ ટકા રકમ અન્યત્ર રોકવામાં આવશે. રિયલ કરતાં માન્ચેસ્ટરની બ્રાન્ડ હવે મોટી બની ગઈ છે. રેવન્યૂની દૃષ્ટિએ પણ માન્ચેસ્ટર યુનાઇટેડનો દેખાવ શાનદાર રહ્યો છે.

રિયલ મેડ્રિડે ગયા સપ્તાહમાં ૪૮૦ મિલિયન યુરો અથવા તો ૬૫૪ મિલિયન ડોલરના રેકોર્ડ વેચાણની જાહેરાત કરી હતી જે પ્રોફેશનલ રમતગમતમાં અન્ય ટીમ કરતાં વધારે છે. યુનાઇટેડની મહેસૂલી રકમ ૩૩૧.૪ મિલિયન પાઉન્ડ નોંધાઈ છે. બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા માહિતી આપતાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ૧૨ મહિનામાં યુનાઈટેડે અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. ઇંગ્લિશ ચેમ્પિયન માન્ચેસ્ટે યુનાઇટેડ પાસે અનેક ધરખમ ખેલાડીઓ છક, આ ઉપરાંત ફૂટબોલની દુનિયામાં માન્ચેસ્ટરની ભૂમિકા અભૂતપૂર્વ રહી છે.

સૌથી મોટી ફૂટબોલ ક્લબ

માન્ચેસ્ટર યુનાઈટેડ  —૪૧૨

રિયલ મેડ્રિડ  ———-૪૦૧

બાર્સેલોના  ————૩૯૨

બેયર્ન મ્યુનિચ   ——-૩૦૮

ચેલ્સી      ————-૧૯૬

આર્સનલ   ————૧૮૮

એસી મિલાન ———૧૭૦

ઇન્ટરમિલાન ———૧૬૪

લિવરપુલ    ———–૧૫૬

ઝુવેન્ટ્સ   ————-૧૧૫

Advertisements

ManUtd Draw Match


Man U

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં માન્ચેસ્ટર યુનાઇટેડના સાધારણ દેખાવનો સિલસિલો જારી રહ્યો છે અને તેને સતત બીજી મેચમાં ભારે સંઘર્ષ બાદ ડ્રોથી સંતોષ માનવો પડયો છે. માન્ચેસ્ટર યુનાઇટેડ અને બાસેલ વચ્ચે રમાયેલી મેચ અત્યંત ચઢાવ ઉતારભરી બની રહી હતી. વેલબેકે ૧૬મી અને ૧૭મી મિનિટમાં ગોલ ફટકારી દઇ માન્ચેસ્ટર યુનાઇટેડને ૨-૦ની સરસાઇ સાથે શાનદાર શરૃઆત અપાવી હતી. માન્ચેસ્ટર યુનાઇટેડે આ પછી ડિફેન્સિવ અભિગમ અપનાવી બાસેલને હાવી થવા દીધું નહોતું. બીજો હાફ બાસેલનો બની રહ્યો હતો. જેમાં ફેબિયન ફ્રેઇએ ૫૮મી ત્યાર બાદ એલેક્ઝાન્ડર ફ્રેઇએ ૬૧મી મિનિટમાં ગોલ કરી સ્કોર ૨-૨થી સરભર કર્યો હતો. ૭૬મી મિનિટમાં એલેક્ઝાન્ડર ફ્રેઇએ પેનલ્ટી કોર્નર વડે ગોલ કરી બાસેલને ૩-૨ની સરસાઇ અપાવતાં માન્ચેસ્ટર યુનાઇટેડની છાવણીમાં સોપો પડી ગયો હતો. બાસેલ અણધાર્યો વિજય મેળવશે એવી સંભાવના જણાતી હતી, ત્યાં જ એશ્લે યંગે ૯૦મી મિનિટમાં ગોલ કરી માન્ચેસ્ટર યુનાઇટેડને નામોશીમાંથી ઉગાર્યું હતું. ગ્રૂપ સીના પોઇન્ટ ટેબલમાં માન્ચેસ્ટર યુનાઇટેડ બે મેચ ડ્રો સાથે ત્રીજા ક્રમે છે. અન્ય એક મેચમાં માન્ચેસ્ટર સિટીનો બેયર્ન સામે ૨-૦થી પરાજય થયો હતો. મેડ્રિડે એજેક્સ સામે ૩-૦થી આસાન જીત મેળવી હતી.

પરિણામ પર એક નજર…

માન્ચેસ્ટર યુનાઇટેડ ૩-બાસેલ ૩

રિયલ મેડ્રિડ ૩-એજેક્સ ૦

બેયર્ન ૨-માન્ચેસ્ટર સિટી ૦

ઇન્ટર્નએઝિઓનેલ ૩- મોસ્કોવા ૨

લિયોન ૨-ઝાગરેબ ૦

નેપોલી ૨- વિલારિયલ ૦

%d bloggers like this: