Genelia Attention Before Second Marriage



ફિલ્મ ફોર્સમાં જેનેલિયા ડિસૂઝાએ જોન અબ્રાહમ સાથે લગ્નનો સીન શૂટ કરવાનો હતો. દરમિયાન લગ્ન કરાવનારા પંડિતને માલુમ ન હતું કે આ લગ્ન ફેક છે. આવામાં અંતિમ ક્ષણે જોન અને જેનેલિયા વાસ્તવમાં લગ્નના બંધનમાં બંધાતા બંધાતા રહી ગયા હતા.

હવે જાણવા મળ્યું છે કે જેનેલિયા બહુ જલ્દી એકતા કપુરની ફિલ્મ ‘રોક ધ શાદી’માં અભય દેઓલ સાથે લગ્નનો સીન શૂટ કરાવવાની છે. આવામાં જેનેલિયા હવે પહેલેથી જ સાવધાન છે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ લગ્નના મંડપમાં જ થવાનું છે.

‘રોક ધ શાદી’ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે ‘ફોર્સ’માં જોન અને જેનેલિયાના રીયલ મેરેજ થઇ જવાની ઘટનાને જોતા એકતા પોતાની ફિલ્મમાં બહુ સાવધાની રાખી રહી છે. તેણે નક્કી કર્યું છે કે તે લગ્નનો સીન કરાવનારા પંડિત પાસેથી પહેલેથી જ લખાવી લેશે કે તે એ દરમિયાન કોઇ ફોટો નહીં પાડે અને આ બાબતને મીડિયા સામે પણ રજૂ નહીં કરે.

વાસ્તવમાં એકતા નથી ઇચ્છતી કે ગત વખતની જેમ આ વખતે પણ જેનેલિયાએ કોઇ અસહજ સ્થિતિનો સામનો કરવો પડે. જણાવી દઇએ કે જેનેલિયાએ એ શરતે જ ફિલ્મ સાઇન કરી છે કે લગ્નની બાબતને લઇને કોઇ તમાશો સર્જવામાં નહીં આવે.

વેલ, આશા રાખીએ જેનેલિયા કે તું તારા રીયલ લાઇફ પાર્ટનર રીતેશ દેશમુખ સાથેના લગ્ન સમયે આવી કોઇ શરત નહીં રાખે ;-)!

Advertisements

About Minibollywood

IT Engineer

Posted on October 7, 2011, in Bollywood, News and tagged , . Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: