Shane Warne engaged to Elizabeth Hurley



છેલ્લા કેટલાક સમયથી પ્રેમમાં ગાઢ બનેલા ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્ન અને બ્રિટિશ અભિનેત્રી એલિઝાબેથ હર્લીએ સગાઈ કરી લીધી છે. આ બન્નેએ સ્કોટલેન્ડમાં એક ગોલ્ફ ટૂર્નામેન્ટ દરમિયાન સગાઈ કરી હતી જ્યાં શેન વોર્ન હાલ ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો છે.

 

 

 

  •      સ્કોટલેન્ડમાં ગોલ્ફ ટૂર્નામેન્ટ દરમિયાન સગાઈનો પ્રસ્તાવ મૂક્યો

‘ડેલી મેલ’ અખબારના જણાવ્યા પ્રમાણે ૪૨ વર્ષિય વોર્ન અને ૪૬ વર્ષિય હર્લીએ સ્કોટલેન્ડના પૂર્વ તેટ પર આવેલી સેન્ટ એન્ડ્રુજ હોટેલમાં ડિનર પછી સગાઈ કરી હતી, જેમાં વોર્ને ઘૂંટણ ટેકવીને હર્લી સામે સગાઈનો પ્રસ્તાવ મૂક્યો હતો જે હર્લીએ સ્વીકારી લીધો હતો. સગાઈ બાદ ગોલ્ફ કોર્સની આસપાસ બન્નેએ સાથે ઘણો સમય વિતાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વોર્નએ હર્લીને નીલમ અને હીરાની વીંટી પહેરાવી હતી. સગાઈ બાદ પ્રશંશકોએ અભિનંદન પાઠવ્યાં હતાં. વોર્ન અને હર્લી છેલ્લા કેટલાક સમયથી ઘણાં નજીક આવ્યાં હતાં. આ વર્ષે આઈપીએલમાં વોર્નને સમર્થન આપવા ભારત આવી હતી અને તેમના સંબંધો ચર્ચાનુ કેન્દ્ર બન્યા હતા. હર્લીએ ગયા વર્ષે ભારતીય મૂળના ઉદ્યોગપતિ અરુણ નાયર સાથે છુટાછેડા લીધા હતા.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્ન અને ખૂબસૂરત બ્રિટિશ અભિનેત્રી અને મોડલ લિઝ હર્લી વચ્ચેનો પ્રેમસંબંધ ચર્ચાના ચકડોળે છે. બન્નેએ ગઇ કાલે સગાઇ કરી હતી, તેઓ શિયાળામાં ઓસ્ટ્રેલિયામાં લગ્ન કરશે.

  • વોર્ને પોતાની પ્રેમિકાને ૩૦ હજાર પાઉન્ડ (આશરે રૂ. ૨૨,૫૦,૦૦૦)ની કિંમતી હીરાની વીંટી પહેરાવી હતી.

શેન વોર્ન થોડાક દિવસ પહેલાં જ સ્કોટલેન્ડમાં એક શોના ભાગરૂપે પહોંચ્યો હતો ત્યારે શેન વોર્ને પ્રપોઝ કરીને આ દિશામાં આગળ વધવાનો સંકેત આપ્યો હતો. બ્રિટિશ ટેબલોઇટમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જુલાઈ ૨૦૧૦માં બને એકબીજાને મળ્યાં હતાં  ત્યારબાદથી ટ્વીટર ઉપર વાતચીતનો દોર શરૂ થયો હતો. ગયા ડિસેમ્બર મહિનામાં એક હોટેલમાં કિસિંગ કરતાં ઝડપાઈ ગયા બાદ તેમના સંબંધો હોવાની વાત જાહેર થઈ હતી. છેલ્લી ઇન્ડિયન પ્રીમિયર લીગની ટ્વેન્ટી૨૦ સ્પર્ધા ચાલી રહી હતી ત્યારે લિઝે ભારતમાં આવીને પોતાના સંબંધોને જાહેર કર્યા હતા.

શેન વોર્ને દાવો કર્યો છે કે તે લિઝ સાથે ખુશ છે. વોર્ને પોતાની પત્ની સાથે ૧૦ વર્ષનાં લગ્નજીવન બાદ છૂટાછેડા લીધા હતા. તેને પૂર્વ પત્ની સિમોનથી ત્રણ બાળકો છે. બીજી બાજુ હર્લીએ નાયર સાથે છૂટાછેડા લીધા હતા. અમેરિકન ફિલ્મ નિર્માતા સ્ટિવ બિગ સાથે પણ લિઝના સંબંધ હતા. આ સંબંધથી લિઝનો એક પુત્ર પણ છે. લિઝના અન્ય સાથે પણ સંબંધ રહી ચૂક્યા છે જેમાં બ્રિટિશ અભિનેતા ગ્રાન્ટનો સમાવેશ થાય છે.

Advertisements

About Minibollywood

IT Engineer

Posted on October 5, 2011, in Cricket, Hollywood, News, Sports. Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: