higuain hattrick gives win to Real Madrid and Arsenal loses four time


આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી ગોંજાલો હિગ્યુઇનની હેટ્રિકની મદદથી લા લીગા ટૂર્નામેન્ટમાં એસપાનયોલને ૪-૦ થી હરાવીને આસાન વિજય મેળવ્યો હતો. આ જીત સાથે રિયલ મેડ્રિડે પોઇન્ટ ટેબલમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. સ્ટાર ખેલાડીઓથી ભરેલી રિયલ મેડ્રિડ સામે હરીફ ટીમ કોઈ પ્રભાવ પાડી શકી નહોતી અને એક તરફી પરાજયનો સામનો કરવો પડયો હતો. રિયલ મેડ્રિડ તરફથી સ્ટાર ફોરવર્ડ ખેલાડી હિગ્યુઇન મેચનો હીરો રહ્યો હતો જેણે શાનદાર પ્રદર્શન કરીને હેટ્રિક ફટકારી હતી જ્યારે અન્ય એક મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન બાર્સિલોનાએ ગિજોનને ૧-૦થી હરાવી પાર્ઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ખેલાડીઓની ઈજાને કારણે ઝઝૂમી રહેલી બાર્સિલોના ૧૪ પોઇન્ટ સાથે મોખરે છે.

 

ઈગ્લિશ પ્રીમિયર લીગ : આર્સનલનો પરાજય

ઈગ્લિશ પ્રીમિયર લીગમાં આર્સનલે ખરાબ પ્રદર્શન જારી રાખતાં કટ્ટર હરીફ ટોટનહૈમ સ્પર્શ સામે ૨-૧થી પરાજયનો સ્વાદ ચાખવો પડયો હતો. સાત મેચમાં આર્સનલે ચોથી વખત પરાજય સહન કરતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ છે. આર્સનલ પાસે હાલ ફક્ત ૨ પોઈન્ટ છે અને પોઈન્ટ ટેબલમાં તે ૧૫માં ક્રમાંકે બિરાજે છે. મેચમાં શરૂઆતથી જ સ્પર્શ હાવી રહ્યું હતું અને ૪૦મી મિનિટમાં રફેલ વાન ડેર વાર્ને ગોલ કરી લીડ અપાવી હતી પણ આર્સનલ તરફથી ૫૧મી મિનિટમાં એલેક્સ સાંગે ગોલ કરી ટીમને બરોબરી પર લાવી દીધી હતી, જોકે કાઈલ વાકરે ૭૩મી મિનિટે ૩૦ યાર્ડ દૂરથી ગોલ કરીને સ્પર્શને જીત અપાવી હતી જ્યારે અન્ય એક મેચમાં ફ્રેક લેમ્પર્ડની હેટ્રિકની મદદથી ચેલ્સીએ બોલ્ટનને ૫-૧થી હાર આપી હતી. બોલ્ટને સતત છઠ્ઠો પરાજય મેળવ્યો હતો.

Advertisements

About Minibollywood

IT Engineer

Posted on October 5, 2011, in Football, News, Sports and tagged , , . Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: