SRK shoots with Rajnikant’s body double instead of RAJNI


હવે આ દ્રશ્યમાં દક્ષિણના સુપરસ્ટારનો ચહેરો મોર્ફ કરવામાં આવશે મુંબઇ, તા.૩૦ સાત મહિના પૂર્વે શાહરૃખ ખાને તેની ફિલ્મ ‘રા-વન’ના લેખકોને રજનીકાંત માટે એક દ્રશ્ય ઉમેરવાની સૂચના આપી હતી. દુર્ભાગ્યે લગભગ એ જ સમયે રજનીકાંત બીમાર પડયા હતા. ”મેં ડુપ્લિકેટ સાથે શૂટિંગ કર્યું હતું અને આ દ્રશ્ય રાખવું કે ન રાખવું એ મેં નક્કી કર્યું નહોતું. પરંતુ લંડનમાં હું તેમના ડૉક્ટરને મળ્યો ત્યારે તેમણે રજનીકાંતનું સ્વાસ્થ્ય સારું હોવાના સમાચાર આવ્યા હતા, આ પછી તેમનો સંપર્ક કરવાની મારી હિંમત વધી ગઇ હતી. હું તેમનો પ્રશંસક છું. મેં તેમને ફોન કરીને કહ્યું હતું કે, ”તમે મારી ફિલ્મમાં એક દ્રશ્ય કરશો તો હું તમારો આભારી થઇશ.” તેમણે મારી સાથે સારી રીતે વાતો કરીને મને કહ્યું હતું કે, ”મારી તબિયત હજુ સુધી સારી નથી અને એક મહિના સુધી મારે આરામ કરવાનો છે.” એમ શાહરૃખે કહ્યું હતું. પરંતુ ચાર દિવસ પૂર્વે શાહરૃખને તેમની પુત્રી તરફથી એક ફોન મળ્યો હતો. ”અમારી પાસે સમય ઓછો હોવાથી અમે તેમની પુત્રીને આ દ્રશ્ય મોકલાવ્યું હતું. તેઓ આ દ્રશ્યનું શૂટિંગ કરી શકે તેમ નહોવાથી તેમણે તેમની પાસેની એક પદ્ધતિનો વપરાશ કરીને તેમના ચહેરાનું શૂટિંગ કર્યું હતું. પરંતુ અમે હજુ સુધી આશાનો તંતુ છોડયો નથી. શક્ય છે ફિલ્મમાં અમને ચિટ્ટી મળી જાય. આમ થશે તો પણ અમને વાંધો નથી. ચિટ્ટી તરીકે રજની સર ‘રા-વન’નો એક ભાગ બનશે તો અમારી આ ફિલ્મ સંપૂર્ણ થઇ જશે.” એમ શાહરૃખે ઉમેર્યું હતું. અનુભવ સિંહા દિગ્દર્શિત આ ફિલ્મમાં શાહરૃખ સુપર હીરો જી-વન અને અર્જુન રામપાલ ‘રા-વન’ની ભૂમિકાઓ ભજવે છે. આ એક પિતા પુત્રના સંબંધની પણ ફિલ્મ છે. જેમાં વિડિયો ગેમના વર્ચ્યુઅલ વિશ્વમાંથી બહાર આવવા અને અંદર દાખલ થવાના દ્રશ્યો છે. આ ફિલ્મ ૨૦૧૦માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ટ્રોન લિગસી’ પરથી પ્રેરિત થઇ ન હોવાનું જણાવતા અભિનેતાએ સ્પષ્ટ કર્યું હતું કે આ ફિલ્મની પ્રેરણા ટર્મિનેટરમાંથી લેવામાં આવી છે. ”હકીકતમાં તો મેં એને આદરાંજલિ આપી છે.” એમ સુપરસ્ટારે ઉમેર્યું હતું. શાહરૃખે વધુમાં જણાવ્યા પ્રમાણે તેણે ‘ટર્મિનેટર-બે ઃ જજમેન્ટ ડે’માં આર્નોલ્ડ શ્વાર્ઝનેગરે ફેમસ કરેલી લાઇન ‘આઇ વીલ બી બેક’ ફિલ્મમાં તેના પાત્ર પાસે બોલાવી છે. શાહરૃખે તાજેતરમાં ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન-બે’નું શૂટિંગ પણ પૂરું કર્યું હતું. ‘રા-વન’ની જેમ આ ફિલ્મ પણ થ્રી-ડીમાં રિલીઝ થવાની છે.

Advertisements

About Minibollywood

IT Engineer

Posted on October 1, 2011, in Bollywood, News and tagged , , . Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: