From today new Rules apply in One-Day Cricket match


કેટલાક રોચક નિયમોનો આજથી અમલ
બંને છેડેથી નવા બોલનો ઉપયોગ કરાશે

વન-ડે ક્રિકેટ મેચ હવે પહેલી ઓક્ટોબરથી એટલે કે શનિવારથી બદલાયેલી નજરે પડશે અને હવે વન-ડે ક્રિકેટમાં બંને છેડેથી બે નવા બોલ ફેંકવામાં આવશે. આઉટ થવાનો એક વિકલ્પ વધ્યો છે અને મર્યાદિત ઓવરની ક્રિકેટમાં રનરની ભૂમિકા પણ ખતમ થઇ જશે.

આઇસીસીની ટેક્નિકલ સમિતિએ ક્રિકેટની રમતને વધારે રોમાંચક બનાવવા માટે મે મહિનામાં કેટલાક પ્રસ્તાવ મૂક્યા હતા જેને કાર્યકારી બેઠકમાં મંજુરી મળી ગઇ હતી. ભારત નવા નિયમો સાથે ઇંગ્લેન્ડ સામે ૧૪મી ઓક્ટોબરે પ્રથમ વન-ડે રમશે.

બંને છેડાથી નવો બોલ

વન-ડેમાં બંને છેડાથી નવા બોલનો ઉપયોગ થશે જેના કારણે બોલની ચમક ઓછી થવાની સમસ્યાનો અંત આવશે. ડે-નાઇટ મેચોમાં પણ ઝાકળના પરબિળથી મુશ્કેલી અનુભવતા બોલર્સની હવે રાહત મળશે.

પાવરપ્લે રોચક બનશે

હવે બીજો અને ત્રીજો પાવર પ્લે ૧૬થી ૪૦મી ઓવરમાં જ લેવો પડશે. અગાઉ આ ૧૧મીથી ૪૬મી ઓવર વચ્ચે ક્યારેય પણ લઇ શકાતો હતો. ઇનિંગ્સમાં અગાઉની જેમ ૨૦ ઓવરનો પાવરપ્લે રહેશે જેમાંથી પ્રથમ દસ ઓવર ફરજિયાત રહેશે.

રનરની ભૂમિકા ખતમ

ક્રિકેટના કોઇ પણ ફોર્મેટમાં હવે હેમસ્ટ્રીંગથી ઇજાગ્રસ્ત બનેલા બેટ્સમેનને દોડવા માટે અપાતા રનરના વિકલ્પ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું છે. જો કોઇ બેટ્સમેન ઇજાગ્રસ્ત બનશે તો તેને રિટાયર્ડ હર્ટ થવા અને ટીમની નવ વિકેટ પડ્યા બાદ ફરીથી બેટિંગ કરવાની તક મળશે.

ઓબ્સ્ટ્રિકટંગ ધ ફિલ્ડમાં આઉટ

જો બેટ્સમેન રન દોડતી વખતે કોઇ ફિલ્ડરને અડચણરૂપ બનશે તો ફિલ્ડિંગ ટીમની અપીલ પર તેને ઓબ્સ્ટ્રિકટંગ ધ ફિલ્ડ મુજબ આઉટ અપાશે. મેદાન પરના અમ્પાયર આ અંગે નિર્ણય આપતા પહેલાં ત્રીજા અમ્પાયરની મદદ લેશે.

ટેસ્ટમાં એક્સ્ટ્રા ટાઈમ

જો ટેસ્ટ મેચમાં પરિણામ આવવાની શક્યતા હશે તો અમ્પાયર કોઇ પણ સેશનને ૧૫ મિનિટ વધારે લંબાવી શકશે જેમાં ઓછામાં ઓછી ચાર ઓવર નાંખવામાં આવશે. આ માટે કોઇપણ ટીમનો સુકાની અમ્પાયરને અપીલ કરી શકશે. જો અમ્પાયરને લાગશે કે પરિણામ આવશે નહીં તો તે અપીલને નકારી શકશે. વન-ડેમાં લંચબ્રેકનો સમય ઓછામાં ઓછો ૩૦ મિનિટનો રહેશે જે અગાઉ ૨૦ મિનિટનો હતો.

ટેસ્ટ મેચમાં જો લંચ ટાઇમના નિધૉરિત સમય સુધી જો કોઇ ટીમની નવ વિકેટ પડી ગઇ હોય તો અમ્પાયર તેના ઓલઆઉટ થવાની સંભાવના વચ્ચે વધારેમાં વધારે ૩૦ મિનિટ સુધીનો સમય આગળ વધારી શકે છે. છેલ્લા દિવસે જો પરિણામની શક્યતા ના હોય તો ટીટાઇમ બાદ બંધ પણ કરી શકશે

Advertisements

About Minibollywood

IT Engineer

Posted on October 1, 2011, in Cricket, News, Sports and tagged , , . Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: