Force Film Review (3.5/5)


સ્ટોરી: યશવર્ધન (જહોન અબ્રાહમ) નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોનો ઈમાનદાર અને બહાદૂર એસીપી છે.દેશમાંથી ડ્રગનું દૂષણ દૂર કરવું તે યશનું એકમાત્ર લક્ષ્ય છે. માયા (જેનેલિયા ડિસોઝા) એનજીઓમાં બાળકોને ડાન્સ શીખવાડે છે. અતુલ(મોહનશિ બહેલ) યશનો સહકર્મચારી અને સારો મિત્ર છે. દેશમાં અન્ય ડ્રગ માફિયાઓની સ્પર્ધા ખતમ કરવા માટે ડ્રગ્ય ડિલર વિષ્ણુ (વિધ્યુત જામવાલ) પોતાના મોટા ભાઈ રેડ્ડી (મુકેશ રિશી)ની સાથે મળીને યશ અને તેના સાથીદારો દ્વારા ૪ મોટી ગેન્ગનો ખાતમો કરાવી દે છે. માયાને મનોમન પ્રેમ કરતો યશ તેને પોતાના જીવનમાં લાવીને કમજોર નથી પડવા માંગતો પણ માયાનાં પ્રેમની આગળ તે ઝૂકી જાય છે. વિષ્ણુ ભારતમાં પોતાનો ડ્રગ્સનો બિઝનેસ ફરીથી શરૂ કરે છે. આ દરમિયાન યશ અને તેના સાથીદારો રેડ્ડીને મોતને ઘાટ ઉતારી દે છે. વિષ્ણુ કેવી રીતે પોતાના ભાઈની મોતનો બદલો લે તે જોવા માટે ફિલ્મ ચોક્કસ જોવી રહી.

 

સ્ટોરી ટ્રિટમેન્ટ: ફિલ્મની વાર્તામાં નવીનતા નથી પણ સ્ટોરી ટ્રિટમેન્ટ ફિલ્મને રસપ્રદ બનાવે છે. ફિલ્મમાં ડ્રામાને કોઈ સ્થાન નથી. વાસ્તવિકતા સાથે મેળ ખાતી વાર્તાને અમુક વળાંકો દ્વારા મનોરંજક બનાવાઈ છે. ફિલ્મનાં પહેલા ભાગમાં જહોન-જેનેલિયાની પ્રેમકહાણીને વધારે મહત્વ અપાયું છે. ફિલ્મનાં બીજા ભાગમાં એક્શન ટિ્વસ્ટ દર્શકોને વિચારવાની તક નથી આપતા. ફિલ્મમાં સંગીતને ઓછું સ્થાન અપાયું છે પણ અમુક દ્રશ્યોમાં બેકગ્રાઉન્ડ સંગીત સારું છે. ‘દબંગ’, ‘વોન્ટેડ’, ‘સિંઘમ’, ‘બોડીગાર્ડ’ની યાદ અપાવતી ‘ફોર્સ’નાં સ્ટંટ વધુ વાસ્તવિક છે.

 

ડાયરેક્શન: ડાયરેકટર નિશિકાન્ત કામતે એક એકશન ફિલ્મ સાથે પૂરતો ન્યાય કર્યો છે. ઓછો ડ્રામા, પૂરતો રોમાન્સ અને સંતોષકારક એક્શન દ્રશ્યોને કારણે ફિલ્મ એક પણ સેકન્ડ માટે પણ કંટાળાજનક નથી લાગતી. ફિલ્મનાં દરેક પાત્ર પાસેથી યોગ્ય અભિનય કઢાવીને નિશિકાન્તે ફિલ્મને માત્ર જહોનની ફિલ્મ નથી બનાવા દીધી. જહોનની માચો ઈમેજને હાઈલાઈટ કરવા માટે કોઈ હોહા નથી કરવામાં આવી જેથી ફિલ્મ વાસ્તવિકતા સાથે જકડાયેલી રહે છે. જહોનની પ્રેમિકાના પાત્રમાં જેનેલિયાને ફિલ્મમાં પૂરતુ મહત્વ આપવામાં આવ્યુ છે. ખલનાયક અને નાયકની જીત વચ્ચેની જંગ અંત સુધી ચાલે છે.

 

સ્ટાર કાસ્ટ: એક એકશન હિરો તરીકે જહોન અબ્રાહમની પસંદગી એકદમ યોગ્ય છે. તેણે પોતાના બોડી માટે કરેલી મહેનત રંગ લાવે છે. માત્ર દર્શકોને માચો મેનની ઈમેજની યાદ અપાવવા માટે ફિલ્મમાં વારેવારે કોઈ ફાડુ સ્ટંટ ન કરતા જહોને અભિનય પણ સારો કર્યો છે. જેનેલિયાએ હંમેશાની જેમ પોતાની બબલિ ઈમેજમાં સારું પરફોર્મન્સ આપ્યું છે. પડદાં પર પહેલી વાર સાથે દેખાયેલા જહોન-જેનેલિયા વચ્ચેની કેમિસ્ટ્રિ ફ્રેશ છે. તેમની વચ્ચેના ઈન્ટિમેટ દ્રશ્યો સ્ક્રિપ્ટમાં યોગ્ય રીતે સાંકળવામાં આવ્યા છે. વિલનની ભૂમિકામાં વિધ્યુત જામવાલ જહોનને ખરી ટક્કર આપે છે. તેણે પોતાના પાત્ર સાથે ન્યાય કર્યો છે. રાજ બબ્બરનો રોલ માત્ર મહેમાન કલાકાર પૂરતો જ છે. ઘણા સમય પછી ફિલ્મોમાં દેખાયેલી સંધ્યાએ પણ સારો અભિનય આપ્યો છે. મોહનિશ બહેલે પોતાના પાત્ર સાથે પૂરતો ન્યાય આપ્યો છે.

 

સંગીત/સિનેમેટોગ્રાફી/સંવાદો/એડિટિંગ: રોમેન્ટિક ગીત “ચાહૂં ભી તો કૈસે…” સારું છે. અન્ય ગીતો એટલા મનોરંજક કે ચાર્ટ લિસ્ટમાં શામેલ થાય તેવા નથી. અલબત્ત, સચોટ સ્ક્રિનપ્લેને કારણે સંગીત ખૂટતું હોય તેવું નથી લાગતું પણ દર્શકોને વધુની અપેક્ષા રહેશે. સ્ટંટ સીન્સને વાસ્તવિક દેખાડવા માટે કેમેરાવર્ક સાથે કોઈ અખતરા નથી કરવામાં આવ્યાં. જહોનનાં ભાગે એક ડાયલોગને બાદ કરતા કોઈ ધાંસૂ ડાયલોગ્સ નથી આવ્યા. અલબત્ત, ફિલ્મનાં બધા પાત્રોનાં ભાગે પૂરતા, રમૂજી અને અસરકારક ડાયલોગ્સ આવ્યા છે. લગભગ અઢી કલાકમાં પૂરી થઈ જતી આ ફિલ્મનું એડિટિંગ સારુ છે.

 

૩ અપ્સ એન્ડ ૩ ડાઉન્સ: જ્હોનને એક એક્શન હિરો તરીકે જોવો ચૂકવો ન જોઈએ. એક્શન, જ્હોનની બોડીનાં ચાહકો અને ફરીથી એક્શન ફિલ્મનાં સબળા પાસા છે. સંગીત રસિકોને આ ફિલ્મ નિરાશ કરી શકે.

Advertisements

About Minibollywood

IT Engineer

Posted on October 1, 2011, in Bollywood, News and tagged , , , . Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: