Saheb Biwi Aur Gangster Film Review(3.0/5)


Sahib biwi aur gangsterવાર્તા- સાહેબ બીવી ઔર ગેંગસ્ટરની વાર્તા નામ પ્રમાણે જ નવાબ સાહેબ(જિમી શેરગિલ) અને તેની બેગમ બીવી (માહી ગિલ) અને ગેંગસ્ટર (રણદિપ હૂડ્ડા)ની આસપાસ ફરે છે. નવાબ અને તેની બીવી શાહિ પરિવારનું નકલી જીવન પસાર કરી રહ્યો છે. શાહિ પરિવાર પાસે એવું કંઈ જ જેના પર તેઓ ગર્વ કરી શકે છે. શાહિ પરિવાર દેવામાં ડૂબેલો છે અને પોતાના શોખ પૂરા કરવા સિવાય કંઈ કરવા સમર્થ નથી.. નવાબ એક રખાતના ચક્કરમાં ફસાઈ જાય છે, જેથી બેગમ હિસ્ટેરિયાની દર્દી બની જાય છે. હવે વાર્તામાં એક નવો જ વળાંક આવે છે. બેગમના જીવનમાં ગેંગસ્ટર આવે છે અને બેગમના જીવનમાં આશાનું કિરણ છવાઈ જાય છે.

આ ગેંગસ્ટર પોતાની ઓળખ છુપાવીને શાહી પરિવારમાં ડ્રાઈવરની નોકરી કરે છે. નિરાશ બેગમ ગેંગસ્ટરના સાથમાં શાંતિ મેળવે છે પરંતુ ગેંગસ્ટર વાસ્તવમાં બેગમને પ્રેમ કરવા લાગે છે. તો બીજી બાજુ નવાબ સાહેબને પોતાના જીવનમાં લાવવા અને રખાતથી છુટકારો મેળવવા બેગમ એક ખતરનાક પ્લાન બનાવે છે. આ માટે તે ગેંગસ્ટરની મદદ લે છે. આ મદદને બદલે તે ગેંગસ્ટર સાથે સંબંધ બનાવી રાખવાનું ખોટું વચન આપે છે. હવે ફિલ્મમાં એ જાણવું રસપ્રદ રહેશે કે નવાબ પોતાની બેગમના ગેંગસ્ટર સાથેના સંબંધો જાણી શકશે, કે પછી ગેંગસ્ટર રખાતને મારી નાખશે, આ જાણવા માટે તો તમારે આ ફિલ્મ એક વાર તો જોવી જ પડશે.

સ્ટોરી ટ્રીટમેન્ટ – એક મહિલાના પ્રેમની, કામવાસના અને વિશ્વાસઘાતની વાત કરે છે ફિલ્મ સાહેબ બીવી ઔર ગુલામ. આ આ ફિલ્મમાં એ તમામ વાતો છે કે જેનાથી લોકો ઈમ્પ્રેસ થઈ જાય. કેરેક્ટરલાઈઝેશન બ્રિલિયન્ટ રીતે કરવામાં આવ્યું છે. કટાક્ષથી ભરપૂર સંવાદો,ઉત્તેજીત કરી નાંખવા અંતરગ દ્રશ્યો અને ફિલ્મના આંચકારૂપ વળાંકો દર્શકોને પોતાની સીટ પર ઝકડી રાખે છે. દર્શકો એકશ્વાસે આ ફિલ્મને માણે છે. ફિલ્મનું નેરેશન એક ક્ષણ માટે પણ નબળું પડતું નથી. ફિલ્મની છેલ્લી ચાલીસ મિનિટ તો પ્રેક્ષકોને બરાબરને પકડી રાખે છે.

સ્ટાર કાસ્ટ – જીમ્મી શેરગીલે રોયલ નવાબનું પાત્ર કાબિલે દાદ ભજવ્યું છે. જીમ્મીએ પોતાના સંવાદો બ્રિલીયન્ટલી રીતે બોલ્યા છે. માહિ ગીલે ઘણી જ હળવાશથી એક પાગલ સ્ત્રીમાંથી ચાલક મહિલાની ભૂમિકા ભજવી છે. જીમી શેરગીલ અને રણદિપના પાત્રોની પ્રશંસા કરે છે. રણદિપે ખરેખર પ્રશંસનીય પર્ફોમન્સ આપે છે, જેને કારણે તેની અભિનય કૌશલ્યતા ખીલી ઉઠી છે. દિપલ શો અને વીપિન શર્માએ પોતાનો નેચરલ અભિનય આપ્યો છે.

ડિરેક્શન – તિગ્માંશુને પોતાની ફિલ્મ સાહેબ બીવી ઔર ગેંગસ્ટર ટાઈટલથી જે કહેવું છે તે તમામ વાતો આ ફિલ્મમાં જોવા મળે છે. તિગ્માંશુએ પોતાના દિગ્દર્શનથી ફિલ્મના દરેક પ્લોટને રસપ્રદ અને ચતુરાઈપૂર્વક દર્શકો સમક્ષ રજૂ કર્યા છે. ગેંગસ્ટર પોતાનો અસલી ચહેરો રજૂ કરે છે તે સીન હોય કે પછી રખાતની હત્યા અથવા તો ક્લાઈમેક્સમાં બેગમ પોતાનો અસલી રંગ બતાવે છે, આ તમામ દ્રશ્યો ઘણાં જ કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે. વધુમાં સ્ક્રિનપ્લે ઘણો જ ક્રિસ્પ્રી હોવાથી ફિલ્મ વધુ રસપ્ર બને છે.
Sahib
3 હકારાત્મક અને નકારાત્મ બાબતો – ફિલ્મના બીજા ભાગને થોડો ખેંચી નાખવામાં આવ્યો છે જો આ બાબતને અવગણવામાં આવે તો પાવરફૂલ સ્ટોરી લાઈન, ક્રિસ્ટ સ્ક્રીન પ્લે, કટાક્ષમય સંવાદો અને કમાલના પર્ફોમન્સને કારણે આ ફિલ્મ એક વાર તો જોવી જ જોઈએ.

નિર્માતા અને દિગ્દર્શક તરીકે તિગ્માંશુ ધૂલિયા માટે આ ફિલ્મ એક માઈલસ્ટોન સાબિત થઈ છે. ફિલ્મ રસિકો આ ફિલ્મથી બિલકુલ નિરાશ થશે નહીં.

Advertisements

About Minibollywood

IT Engineer

Posted on September 30, 2011, in Bollywood, News and tagged , . Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: