Sachin,Sehwag,Yuvraj may not play against ENGLAND


સચિન, સેહવાગ અને યુવરાજની ફિટનેસ અંગે હજી પણ અનિશ્ચિતતા

પ્રવાસી ઇંગ્લેન્ડ સામેની વન-ડે ક્રિકેટ શ્રેણી માટેની ભારતીય ટીમની ગુરુવારે પસંદગી થવાની છે પરંતુ પસંદગીકારો સામે હજી પણ ઇજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યા રહેલી છે જેને કારણે નબળી ટીમ પસંદ થાય તેવી શક્યતા છે.

સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને યુવરાજસિંઘ આ ટીમની પસંદગીમાં ઉપલબ્ધ રહે તેવી શક્યતા ઘણી ઓછી છે. આ ઉપરાંત એવા ઘણા ખેલાડી છે જે ઇંગ્લેન્ડના કપરાં પ્રવાસમાં ઘાયલ થયા હતા અને તેમની ફિટનેસ હજી પણ શંકાસ્પદ છે.

પસંદગીકારો ઇંગ્લેન્ડ સામેની શ્રેણી માટે બેટ્સમેનનો વિકલ્પ તો કદાચ શોધી શકશે પરંતુ બોલિંગમાં ઝહિર ખાન, મુનાફ પટેલ અને ઇશાન્ત શર્મા આઉટ છે ત્યારે તેમના વિકલ્પો શોધવા મુશ્કેલ બની રહેવાના છે. પાંચ મેચની શ્રેણીની પ્રથમ બે મેચ ૧૪ અને ૧૭મીએ હૈદરાબાદ અને દિલ્હીમાં રમાનારી છે અને તે માટેની ટીમ ગુરુવારે પસંદ થશે. ૨૦, ૨૩ અને ૨૫મી ઓક્ટોબરે રમાનારી બાકીની ત્રણ મેચ માટે કદાચ સચિન, યુવરાજ અને સેહવાગ રમી શકે તેવી શક્યતા છે.

ઇંગ્લેન્ડમાં અંગૂઠાની ઇજાને કારણે વન-ડેથી વંચિત રહેલો સચિન તેંડુલકર અત્યારે ચેમ્પિયન્સ લીગ ટી૨૦માં પણ રમતો નથી અને તે પ્રથમ બે વન-ડે ગુમાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. વીરેન્દ્ર સેહવાગની ફિટનેસ અંગે કોઈ સંકેત મળ્યા નથી.ગંભીર અને હરભજનસિંઘ ફિટ થઈ ગયા છે અને તે હાલમાં ટી૨૦ લીગમાં રમી રહ્યાં છે. તેથી તેમનો સમાવેશ નિશ્વિત છે.

– સુકાની ધોની માંગ્યો આરામ, બોર્ડે આપી મંજૂરી

હાલમાં ચેમ્પિયન્સ લીગ ટી20 ટૂર્નામેન્ટમાં રમી રહેલા ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ બીસીસીઆઈ પાસે આરામની માંગણી કરી છે. સૂત્રોના હવાલેથી મળેલા સમાચાર મુજબ બોર્ડે ધોનીની આ માંગણીને મંજૂરી આપી દીધી છે. તેથી પ્રથમ બે વન ડેમાં ધોની ટીમની બહાર રહેશે.

Advertisements

About Minibollywood

IT Engineer

Posted on September 29, 2011, in Cricket, News, Sports and tagged , , , . Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: